ગુજરાતી વ્યાકરણ : શબ્દકોશ ક્રમ | Shabdkosh Kram Gujarati

શબ્દકોશ ક્રમ PDF ફાઇલ Download કરવા નીચે ક્લિક કરો :-

શબ્દકોશ ક્રમ PDF ફાઇલ Download કરો :-

 ગુજરાતી વ્યાકરણમાં શબ્દકોશનો ક્રમ ખુબ જ ઉપયોગી છે.ધોરણ 5 થી લઈને કોલેજનાં અભ્યાસક્રમ ઉપરાંત હાલ સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ગુજરાતી વ્યાકરણ અંતર્ગત શબ્દકોશનો ક્રમનાં પ્રશ્નો પૂછાય છે એટલે કે શિક્ષણની સાથે સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ આ ફાઇલ મદદરૂપ થશે. એટલે આ મહત્વની ફાઈલનું અધ્યયન કરવું અને સાચવીને રાખવી.


Shabdkoshno Kram ( Gujarti Vyakaran ) :-

નીચેનાં શબ્દોને શબ્દકોશનાં ક્રમમાં ગોઠવો ::

પ્રશ્ન :-  ફુલ, ઋતુ, આવકાર, દરિયો, ક્ષમા, જ્ઞાન

મિત્રો શબ્દોને શબ્દકોશનાં ક્રમમાં ગોઠવવા માટે તેના નિયમોને જાણવા પડે તો જ સાચી રીતે તેને ક્રમમાં ગોઠવી શકીએ. નીચેનાં નિયમોનો અભ્યાસ કરશો તો શબ્દકોશનો ક્રમ આસાનીથી સમજી શકાશે.

શબ્દકોશ ક્રમનો Video જોવા નીચે કલીક કરો

Video માટે ક્લિક કરો

શબ્દકોશ ક્રમનાં નિયમો :-

નિયમ 1 :- સ્વરવાળા શબ્દ

જ્યારે શબ્દોને શબ્દકોશ ક્રમમાં ગોઠવતા હોઈએ ત્યારે સૌપ્રથમ શબ્દનો પ્રથમ અક્ષર સ્વર હોય તેવા  સ્વરવાળા શબ્દો આવે છે.

સ્વર : અ,અં, આ,આં, ઇ,ઇં, ઈ,ઈં, ઉ,ઉં, ઊ,ઊં, , એ,એં, ઐ,ઐં, ઓ,ઓં, ઔ,ઔં

(ખાસનોંધ : અક્ષરનું સ્થાન ખાસ યાદ રાખવું)

દા.ત. 

ગષ્ટ, શ્વર, કોયલ, તુ, સફરજન, દર

જવાબ :- આદર, ઈશ્વર, ઋતુ, ઓગષ્ટ, કોયલ, સફરજન 


નિયમ 2 :- મૂળાક્ષરોની ગોઠવણી

સ્વરવાળા શબ્દો ગોઠવાઈ ગયા પછી શબ્દનો પ્રથમ અક્ષર મૂળાક્ષર હોય તેવા શબ્દો ગોઠવવાના હોય છે.શબ્દકોશનાં ક્રમ પ્રમાણે મૂળાક્ષરોનો ક્રમ નીચે પ્રમાણે ધ્યાનમાં રાખવો.

ક  ક્ષ  ખ  ગ  ઘ  ચ  છ  જ  જ્ઞ  ઝ  ટ  ઠ  ડ  ઢ  ણ  ત  ત્ર  થ  દ  ધ  ન  પ  ફ  બ  ભ  મ  ય  ર  લ  વ  શ  શ્ર  ષ  સ  હ  ળ

(ખાસનોંધ : ક્ષ  જ્ઞ  ત્ર  શ્ર અક્ષરનું સ્થાન યાદ રાખવું)

દા.ત.

      ચકલી, ક્ષય, લખોટી, જ્ઞાન, ત્રાડ, તગારું, ઇયળ

જવાબ : યળ, ક્ષય, કલી, જ્ઞાન, ગારું, ત્રાડ, ખોટી

નિયમ 3 :- બારાક્ષરી પ્રમાણે શબ્દ ગોઠવણી

જ્યારે શબ્દકોશ પ્રમાણે શબ્દો ગોઠવતા હોય ત્યારે શબ્દોનો પ્રથમ અક્ષર સરખા જેવો  હોય ત્યારે તે શબ્દોને બારાક્ષરી પ્રમાણે ગોઠવવાનાં હોય છે. બારાક્ષરી ક્રમ નીચે પ્રમાણે ધ્યાનમાં રાખવો.

ક કં ક:  કા કાં કા:  કિ કિં કિ:  કી કીં કી:  કુ કું કુ:  કૂ કૂં કૂ:   કૃ કૃં  કૃ:  કે કેં કે:  કૈ કૈં કૈ:  કો કોં કો:  કૌ કૌં કૌ:  ક્ય  ક્ર  ક્લ  ક્વ  ક્ષ

દા.ત. 

   કિનારો, કંચન, કૃપા, કમાડ, ક્રિમ, કોયલ

જવાબ : માડ, કંચન, કિનારો, કૃપા, કોયલ, ક્રિ

નિયમ 4 :- શબ્દનો પ્રથમ અક્ષર સમાન/સરખો હોય ત્યારે

જ્યારે શબ્દનો પ્રથમ અક્ષર સરખો હોય ત્યારે શબ્દનો બીજો અક્ષર ધ્યાને લઈ શબ્દ ગોઠવણી કરવી. તેવી જ રીતે શબ્દનો બીજો, ત્રીજો કે વધુ અક્ષરો સમાન હોય ત્યારે ત્યાર પછીના ક્રમે આવતા અક્ષરને ધ્યાને લઈ શબ્દ ગોઠવણી કરવી.

  અને

ઉપરનાં બંને શબ્દમાં સમાન છે તેથી બંને શબ્દનાં બીજા ક્રમના અક્ષર અને ને ધ્યાને લઈ તે શબ્દોને ગોઠવાના હોય છે. તેથી આદર , આવક એ રીતે ગોઠવણી થાય.

આવજો,  આવ, આવકા

ઉપરનાં ત્રણે શબ્દોમાં પ્રથમ બે અક્ષર સમાન છે તેથી ત્રીજો અક્ષર ધ્યાને લઈ તે શબ્દો ગોઠવવા.

જવાબ :-   આવક, આવકાર, આવજો

નિયમ 5 :- જોડ્યો અક્ષર હોય ત્યારે 

જ્યારે શબ્દનો પ્રથમ અક્ષર જોડ્યો હોય ત્યારે તે બારાક્ષરી લાઇનમાં કૌ , ખૌ , ગૌ પછી તેનો ક્રમ આવે છે. અને જોડ્યો અક્ષર જેની સાથે જોડાયેલો હોય તે અક્ષરને ધ્યાનમાં લઈ તે શબ્દોને ગોઠવવા.

દા. ત.  

કૌંસ , ક્યારો ,  કાયદો , કિનારો , કૃપા , ક્વા

જવાબ:- કાયદો, કિનારો, કૃપા, કૌંસ, ક્યારો, ક્વા

No comments:

Post a Comment